મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમાં ના શિષ્યા રતનબેનના દાદીમાંની છઠ્ઠી પુણ્યતિથી નિમિતે વિવિધ સેવાકાર્યો કરીને ઉજવણી કરાઇ હતી.

જેમાં પરિવાર દ્વારા વૃદ્ધાશ્રમમાં ભોજન, વૃક્ષારોપણ, રોપા વિતરણ, ગાયોને ઘાસ, જરૂરિયાતમંદોને વસતો, બાળકોને ભોજન કરાવીને પુણ્યતિથી ઉજવી હતી સાથે જ કોરોનામાં મૃત્યુ પામેલ મૃતાત્માઓની શાંતિ અર્થે ધૂનનું આયોજન કર્યું હતું તેમ સેવક મુકેશ ભગતની યાદી જણાવે છે.
