મોરબીમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે વધતા કેસોને ધ્યાને લઈને સાવચેતીના ભાગરૂપે મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે પિતૃકાર્ય અને નારણબલી સહિતના ધાર્મિક વિધિઓ બંધ રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાજા શ્રી લખધીરજી એન્ડાઉમેન્ટ ટ્રસ્ટની યાદી જણાવે છે કે, કોરોના કેસો વધી રહ્યા છે. જેથી ટ્રસ્ટ સંચાલિત રફાળેશ્વર મહાદેવ મંદિરે સામાન્ય વર્ષોમાં પીતૃમાસમાં પિતૃકાર્ય અને નારણબલી માટે ભાવિકોની ભીડ રહેતી હોય છે. અને આગામી પીતૃમાસ ચૈત્ર માસ તા.13 થી ભાવિકોની ભીડના કારણે કોરોના વાયરસ સંક્રમણ ફેલાવવાની દહેશત હોય જેથી જાહેર હિતમાં તા.11-05-21 સુધી ધાર્મિક કાર્યો અને ધાર્મિક સામાજિક જમણવાર અને ધાર્મિક વિધિ માટે જગ્યા ફાળવણી કરવામાં આવશે નહિ ફક્ત દર્શન માટે મંદિર ચાલુ રહેશે.