મોરબીના રંગપર (બેલા) નજીક આવેલ મેક્સવેલ પેકેજિંગ કારખાનામાં શ્વાસની બિમારીથી યુવાનનું મોત નિપજ્યું હતું. આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રંગપર (બેલા) નજીક આવેલ મેક્સવેલ પેકેજિંગ કારખાના કામ કરતાં અને રંગપર બેલા ગામે રહેતા બચ્ચાભાઈ રાજારામ (ઉ.વ.31) ને ગઇકાલે શ્વાસની બિમારી હોવાથી મેક્સવેલ પેકેજિંગ કારખાનામાં મૃત્યું નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.