મોરબી મુકામે સમસ્ત લોહાણા સમાજ ની તા.૧૨-૭ મંગળવાર ના રોજ અગત્ય ની મીટીંગ
તા. ૧૭-૭-૨૦૨૨ રવિવાર ના રોજ મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા યોજાનાર રઘુવંશી મહાસંમેલન તથા મહાપ્રસાદ ના આયોજન અંગે ની બેઠક મા રાજકોટ, મોરબી, વાંકાનેર, ટંકારા, હળવદ ઉપરાંત રઘુવંશી ક્રાંતિ મંચ ના હોદેદારો સહીત ના ગામેગામ થી રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જય જલારામ સાથ જણાવવા નુ કે આગામી તા.૧૭-૭-૨૦૨૨ રવિવાર ના રોજ *મોરબી કેશવ પાર્ટી પ્લોટ-લીલાપર કેનાલ રોડ* ખાતે *રઘુવંશી ક્રાંતિ મંચ* દ્વારા સમસ્ત રઘુવંશી સમાજ ના *મહાસંમેલન તથા મહાપ્રસાદ* નુ અભુતપૂર્વ આયોજન કરવા મા આવેલ છે. તેના અનુસંધાન મા આગામી મંગળવાર *તા.૧૨-૭-૨૦૨૨* ના રોજ સાંજે ૭ કલાકે *મોરબી લોહાણા વિદ્યાર્થી ભવન-વસંત પ્લોટ* ખાતે અગત્ય ની મીટીંગ તેમજ ભોજન પ્રસાદ નુ આયોજન કરવા મા આવેલ છે. આ મીટીંગ મા *મોરબી લોહાણા મહાજન તથા મોરબી લોહાણા સમાજ ના અગ્રણીઓ*, *રઘુવંશી ક્રાંતિ મંચ ના કેન્દ્રીય અધ્યક્ષ ડો.ધર્મેશભાઈ ઠક્કર તથા સૌરાષ્ટ્ર ઝોન અધ્યક્ષ સોનલ બેન વસાણી*, *વાંકાનેર લોહાણા સમાજ અગ્રણી પવિત્ર શ્રી રામધામ ના પ્રણેતા શ્રી જીતુભાઈ સોમાણી તથા વાંકાનેર લોહાણા મહાજન ના અગ્રણીઓ*, *ટંકારા લોહાણા મહાજન તથા યુવક મંડળ ના અગ્રણીઓ*, *રાજકોટ લોહાણા સમાજ અગ્રણી શ્રી હસુભાઈ ભગદે તથા રાજકોટ રઘુવંશી પરિવાર ના અગ્રણીઓ*, *હળવદ લોહાણા સમાજ અગ્રણી શ્રી બકાભાઈ ઠક્કર તથા હળવદ લોહાણા મહાજન ના અગ્રણીઓ* ઉપસ્થિત રહેશે. સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા તથા રાજકીય-સામાજીક ઉત્કર્ષ માટે હરહંમેશ કટીબધ્ધ *રઘુવંશી ક્રાંતિ મંચ* દ્વારા મોરબી મુકામે યોજાનાર *રઘુવંશી મહાસંમેલન* ના આયોજન ના ભાગરૂપે યોજાનાર મીટીંગ મા સમસ્ત રઘુવંશી સમાજ ના અગ્રણીઓને ઉપસ્થિત રહેવા અનુરોધ છે.
વિનંતીઃ મીટીંગ તેમજ ભોજન પ્રસાદ નુ આયોજન હોય, દરેક મહાનુભવો એ તા.૧૨-૭-૨૦૨૨ મંગળવારે સાંજે ૭ કલાકે શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબી ખાતે સમયસર ઉપસ્થિત રહેવુ.