મોરબી માળીયા હાઈવે પર માળીયા ફાટક પાસે કોલસા ભરેલા ટ્રકે કાબુ ગુમાવતા સીએનજી રીક્ષા પર જઈ પડ્યો હતો જેમા બે રીક્ષા દબાઈ જતા અફરાતફરી સર્જાઈ હતી. અને તાત્કાલિક ૧૦૮ સહીતની ટીમ ઘટનાસ્થળે પહોંચી દટાયેલા અને રીક્ષામાં ફસાયેલા વ્યકિતઓને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી.
આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે દબાયેલી રીક્ષાને કાઢવા જેસીબી અને ક્રેનની મદદ લેવી પડી હતી. જોકે આ ગંભીર અકસ્માતમાં એકનુ ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું. જ્યારે અન્ય ત્રણમાં ચંદનભાઈ વાંકાનેર, નિતેશભાઇ શાંતિભાઈને ઈજાઓ પહોંચી હોવાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફીક સર્જાયો હતો.
