મોરબી મચ્છુ-૩મા ઠેકડો મારતા આધેડનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર મીરાપાર્કમાં રહેતા દિનેશભાઈ જીવરાજભાઈ ધૂળકોટીયા (ઉ.વ.૪૨) ગત તા.૨૧ ના રોજ પોતાની જાતે મચ્છુ ૩ ડેમમાં ઠેકડો મારી પાણીમાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજયુ હતું.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મૃત્યુ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.