મોરબી: મોરબી પાડા પુલ નીચે મચ્છુ નદીમાં ડુબી જતાં સગીરનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબી ગ્રીનચોકમાં રહેતો હર્ષ દિનેશભાઇ વસરાણી (ઉ.વ.૧૪)નામનો સગીરવયનો બાળક ગઈકાલે સાંજનાં સમયે મચ્છુ નદીમાં ડૂબી જતા તેનું મોત નિપજ્યું છે. હાલ બાળકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.