મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો પ્રોહીબીશનનનો આરોપી ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા રહે-જુના નાગડાવાસ તા.જી.મોરબી વાળો છેલ્લા ત્રણેક માસ થી નાસતા-ફરતા હોય જેને શોધી કાઢવા મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટરે સુચના કરેલ હોય તેમજ સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ હોય કે, પ્રોહીબીશના ગુન્હામાં પકડવાનો બાકી આરોપી હાલ રવીરાજ ચોકડી પાસે છે જે જગ્યાથી આરોપી ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગાને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.