મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ મોબાઈલ શોધી કાઢવા અત્રેના સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી તાલુકા પોલીસ સ્ટાફે CEIR પોર્ટલ નો ઉપયોગ કરી CEIRમાં એન્ટ્રી કરી મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલા ૨૦ જેટલા મોબાઈલ જેની કિંમત રૂ.૩,૯૨,૫૨૮/- ના મોબાઈલ શોધી કાઢી એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી તાલુકા પોલીસે સાર્થક કરેલ છે.