મોરબી: પીપળી ગામ નજીક આવેલ સેલીક્ષ સીરામીક કારખાનાની ઓરડીમાં સગીરાએ ગળોફાસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ સેલીક્ષ સીરામીક કારખાનાની મજુરની ઓરડીમાં રહેતી ૧૭ વર્ષીય કાલીબેન મુનાભાઇ વાખલા નામની સગીરાએ ગઈકાલે તા.૩૧નાં રોજ રાત્રીના પોતાની ઓરડીમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કાલીબેનની સગાઇ છેલ્લા એકાદ વર્ષ પહેલા કુંજલા ઉર્ફે રાકેશ સાથે નક્કી કરેલ હોય છેલ્લા એકાદ વર્ષથી તેમના વતનમા તથા છેલ્લા ચાર-પાંચ દિવસથી સેલીક્ષ સીરામીકમા તેની સાથે ઘરકામ તથા રસોઇ કામ કરવા માટે આવેલ હોય જેથી સગીરાને કુંજલા ઉર્ફે રાકેશે રસોઇ બનાવવા બાબતે ઠપકો આપતા કહેલ કે તુ ટાઇમ પર રસોઇ કેમ બનાવી આપતી નથી. જેથી તેને મનોમન લાગી આવતા સગીરાએ પોતે પોતાની જાતે ગળેફાસો ખાઇને આપઘાત કરી લીધો હતો.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.