મોરબીમાં પાવડીયારી કેનાલ પાસે શ્રી રામ પ્લાઝા કોમ્પલેક્ષ સામે રોડની સાઈડમાં સામાન ઉતરવા ડમ્પરની કેબીન ઉપર ચડતાં ઉપર જતી ઈલેક્ટ્રીક લાઈનને અકસ્માતે અડી જતાં યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં સાઈવીન સીરામીક સત્યમ કાંટા પાસે રંગપર ગામની સીમમાં રહેતા જેલસિંહ પુંજસિંહ ભુરીયા (રહે.મુળ.કુડલિ તા.જી.જાબુઆ. મધ્યપ્રદેશ) નામનો ડમ્પર ચલાક ગત તા. 4ના રોજ પાવડીયારી કેનાલ પાસે શ્રી રામ પ્લાઝા કોમ્પલેક્ષ સામે રોડની સાઈડમાં ડમ્પરમાં રાખેલ સામાન ઉતરવા માટે ડમ્પરની કેબીન ઉપર ચડતાં ઉપર જતી 11 કે.વી. ઈલેક્ટ્રીક લાઈનના તારને અકસ્માતે અડી જતાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા ડમ્પર ચલાક યુવાનનુ મોત નીપજયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી છે.