મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ખૂબ વધી રહ્યું છે ત્યારે મોરબીમાં ઓક્સિજન વાળા બેડના અભાવે કોઈને સારવારમાં વધુ તકલીફ ન પડે તે માટે પાટીદાર કોરોના કેર સેન્ટર જોધપર ખાતે ઓક્સિજન વાળા 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરેલ છે.
તે અનુસંધાને મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા દ્વારા બે લાખ એકાવન હજારનું અનુદાન આપવામાં આવેલ છે. અને મોરબી જિલ્લો આર્થિક રીતે સુખી સંપન્ન છે તો હાલની આ કોરોના સંક્રમણની કપરી પરિસ્થિતિમાં ઉદ્યોગપતિઓ તેમજ આર્થિક સદ્ધર વ્યક્તિઓ આવા સેવાકાર્યમાં આગળ આવીને લોકોને ઉપયોગી થાય તેવી અપીલ તેઓએ કરેલ છે.