Tuesday, April 22, 2025

મોરબી નેશનલ હાઈવે 27 પર ચાલતા બેકાબૂ ડમ્પરો ચાલકો સામે અંકુશ લાવવા રજુઆત

Advertisement
Advertisement
Advertisement

મોરબી: નેશનલ હાઇવે 27 કે જે ચોટીલાથી કચ્છ તરફ જવાના હાઇવે પર બેકાબૂ ચાલતા ડમ્પરોના કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બને છે. અને ઘણા પરિવારના સદસ્યો અકસ્માતમાં જીવ ગુમાવે છે. ત્યારે ડમ્પર ચાલકો પર અંકુશ લાવી માનવવધ બંધ થાય તે માટે પગલા ભરવા વિશ્વ હિન્દુ પરીષદ મોરબી દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે.

તેમણે લેખિત રજુઆતમાં જણાવાયું હતું કે, મોરબીની બાજુમાંથી પસાર થતા નેશનલ હાઇવે 27 કે જે ચોટીલાથી કચ્છ તરફ જાય છે. આ હાઈવે પર રો મટીરીયલ, માટી, કોલસા ભરેલા ડમ્પરથી ગમખ્વાર અકસ્માત સર્જાય છે. આ ડમ્પર ચાલકો બેકાબૂ ગતિમાં અને નશાની હાલતમાં ટ્રકો ચલાવતા હોય છે. તથા આ ડમ્પર ચાલકો પોતે ભરેલા માલને તાલપત્રી દ્વારા ઢાંકતા ન હોવાથી તેમાં ભરેલો માલ પાછળ આવતા વાહનો તથા બાઇકચાલકો ઉપર ઉડતો હોય છે. જેથી કરીને આ હાઈવે પર રોજબરોજ અકસ્માત સર્જાય છે. આ અકસ્માત નિવારવા માટે નક્કર પગલા લેવા જરૂરી છે. જેથી કરીને ડમ્પર ચાલકો દ્વારા થતા માનવ વધ બંધ થાય. આ ડમ્પર ચાલકો ઉપર થોડી મર્યાદાઓ નાખી અંકુશમાં લેવામાં આવે તથા પોલીસ પ્રશાસન અને આરટીઓ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવે અને સંયુક્ત રીતે કામ કરી આ ડમ્પર ચાલકો ઉપર નિયંત્રણ લાદવામાં આવે.

વધુમાં તેમણે લેખિત રજુઆતમાં ઉમેર્યુ હતું કે, નેશનલ હાઇવે 27 પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. જેથી આ અગાઉ પણ આ બાબતની અન્ય સામાજીક આગેવાનો દ્વારા ફરિયાદ અને રજુઆત કરવામાં આવેલ હતી. પણ તેમનું સમાધાન થોડા સમય માટે મળેલ પણ હતું. જેથી બેકાબૂ ચલાવતા ડમ્પર ચાલકો સામે પગલા ભરવા રજુઆત કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW