Wednesday, April 23, 2025

મોરબી ના વાવડી રોડ ગણેશનગર પાસે મકાન માંથી દારૂની ૫૦ બોટલ મળી

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાવડી રોડ પર ગણેશનગર બાવળીયાપીરની દરગાહ પાસે આરોપી અહેમદભાઈ મહમદભાઇ વડાવરીયા (ઉ.વ‌.૪૨)એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૫૦ કિં રૂ. ૧૬,૪૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી અહેમદભાઈ મહમદભાઇ વડાવરીયાને પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે પુછપરછ કરતા અન્ય બે ઇસમો મકબુલ હનીફભાઈ ચાનીયા રહે. કાલીકા પ્લૉટ મોરબી, તથા સાહીલ સીદીકભાઈ ચાનીયા રહે કબીર ટેકરી મોરબીવાળાનુ નામ ખુલતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,256

TRENDING NOW