મોરબી: નવાબેલા તાલુકા શાળાના શિક્ષિક દંપતિ વિનોદચંદ્ર પોપટ અને મધુબેન દક્ષિણી વયનિવૃત્તિ ના કારણે નિવૃત્ત થતા તેમનો શાળા પરિવાર તરફથી વિદાય સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
જેમાં આદરણીય મોરબી કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલિયા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા, મહામંત્રી દિનેશભાઇ હૂંબલ, મોરબી તાલુકા ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ આદ્રોજા, મહામંત્રી અશ્વિનભાઈ દલસાણીયા, આમરણ સીઆરસી કોઓડીનેટર રમેશભાઈ હૂંબલ, નવબેલા તાલુકા શાળાના પ્રતિનિધિ પીઠાભાઈ કુંભરવાડીયા, શૈક્ષણિક પ્રાથમિક શિક્ષક સંઘના પ્રચારમંત્રી હિતેશભાઈ પાચોટીયા અને નવાબેલા ગામના સરપંચની હાજરીમાં વિદાયમાન શિક્ષક દંપતિનું હવે પછીનું શેષજીવન આરોગ્યમય અને દીર્ઘાયુ વાળુ રહે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા.
વિનોદચંદ્ર પોપટ અને મધુબેન તરફથી તાલુકા શાળા ની દરેક શાળાને યાદગીરી સ્વરૂપે દીવાલ ઘડિયાળ ભેટ આપવામાં આવેલ હતી. તમામ પેટા શાળાના સ્ટાફ પરિવાર તરફથી શ્રીફળ, પડો, સાલ અને ભેટ આપી ને વિદાય સન્માન આપવામાં આવેલ હતું. નવાબેલા તાલુકા શાળાની તમામ પેટા શાળાના સ્ટાફ પરિવારે આ કાર્યક્રમ ને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
