મોરબી નગરપાલિકાના વોર્ડ નં ૦૪ માં ઈ શ્રમિક કાર્ડની કામગીરી માટે સો ઓરડી વિસ્તારમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
નગરપાલિકાના સહયોગથી પછાત અને જરૂરિયાતમંદ પરિવારોને વિના મુલ્યે ઈ શ્રમિક કાર્ડ મળી રહે તે માટે સો ઓરડી વિસ્તારમાં ઈ શ્રમિક કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યો હતો જે કેમ્પમાં કાઉન્સીલર જશવંતીબેન સુરેશભાઈ શીરોહિયા, મનસુખભાઈ બરાસરા, ગીરીરાજસિંહ ઝાલા તેમજ લોકસેવક સુરેશભાઈ શીરોહિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહીને કેમ્પને સફળ બનાવ્યો હતો કેમ્પનો મોટી સંખ્યામાં શ્રમિક પરિવારોએ લાભ લીધો હતો