ગોકુળિયું ગામ – ફડસર (તા-જી મોરબી)નીડર, ઉદાર, તંદુરસ્ત, મહેનતુ અને ધાર્મિક પ્રકૃતિ ના લોકો જ્યાં રહે છે, તેવું ગામ એટલે ફડસર (તા-જી- મોરબી).૨૦૦૧ ના ધરતીકંપ માં પડી ગયેલ ગામ ની બાજુ માં નવા ગામ નું નિર્માણ થયેલ છે.
આજે પણ જુના ગામ માં ૫ જગ્યાએ કાયમી નિયમિત પક્ષીઓ ને ચણ નખાય છે.નવા ગામ માં દરેક ફળિયામાં ફળાઉ ઝાડ છે (ચીકુ, આંબા, જામફળ, રાવણા, સેતુર, લીંબુ) અને પોતા પુરતું શાકભાજી ઉગાડે છે, ઉપરાંત દરેક ફળિયા માં પક્ષીઓ ને કાયમી ચણ નખાય છે.ગામ ના જાહેર રસ્તા પર વડ, લીંબડા, પીપડા, ગોરસ આંબલી વાવેલ છે.૨૦૧૯ ના ચોમાશા માં ગામ ની બાજુ માં ફળાઉ અને દેસી કુળ ના ૭૦૦૦ વૃક્ષો જીવણભાઈ કુંભરવાડિયા ની આગેવાની માં વાવેલ છે, હાલ તેની સ્થિતિ સારી છે.ગામ ની કુલ જમીન ૧૫૬૬૮ વીઘા છે, તેમાંથી ૨૫૦૦ વીઘા ગૌચર અને સરકારી ખરાબો છે.(ગામ લોકો એ બિલકુલ પેસકદમી કરી નથી)
ખેડૂતો ની પોતાની ગાયો અને ભેસો ની સંખ્યા ૭૦૦ જેવી છે, ખૂબ જ મોટી ગૌચર ની જમીન હોય પશુઓ ને પુષ્કળ ચરિયાણ મળી રહે છે, ઉપરાંત ગામ ની પોતાની ગૌશાળા છે જેમાં ઉનાળા માં ખાસ બે વખત ઘાસચારો આપવામાં આવે છે, સાંજે ઢોર પોત પોતાના માલિક ને ત્યાં જતાં રહે છે.દર અગિયારસે ગામ ના યુવાનો વહેલી સવારે પ્રભાતિયા ગાતા ગાતા ગામ માં દરેક ઘરે ઘરે ફરી પક્ષીઓ માટે ચણ ભેગી કરે છે, અને આ ભેગી કરેલી ચણ સીમ માં અલગ અલગ જગ્યા એ નિયમિત નખાય છે.ગામ ના વગડા માં ગાંડા બાવળ, પીલુડી અને દેસી બાવળ મુખ્ય છે, ઉપરાંત ચરિયાણ માટે સારું ઘાસ થાય છે.
ફડસર ની હદ માં નાર (wolf) અને કાળીયાર હરણ ની સંખ્યા ખુબ સારી છે, ગામ ની સીમ માં વર્ષો થી ક્યારેય શિકાર થતા નથી (ગામ લોકો ની ધાક).મોટા ભાગ ના ખેડૂતો પોતાના ખેતર માં પક્ષીઓ માટે વર્ષો થી જુવાર બાજરા ની એક-બે લાઈન વાવે છે.લોકો ના ફળિયા માં અને સીમ માં મધપુડા ની ખુબ જ મોટી સંખ્યા છે (મધપુડા ને તોડવા એ પાપ ગણાય છે).દરિયા ની નજીક આવેલ આ ગામ ખુબ સંપીલું છે.વરસાદ આધારિત ખેતી છે.ગામ ની હદ માં ૩ મોટા તળાવ, ૫ મોટા ચેકડેમ અને ૮ તલાવડીઓ આવેલી છે.છેલ્લા દસ વર્ષ થી ઘરે ઘરે ચકલીઘર બાંધવાથી પુષ્કળ પ્રમાણ માં ચકલીઓ છે, સીમ માં ૧૦૦ મોર-ઢેલ અને વિવિધ જાત ના પુષ્કળ પક્ષીઓ કલરવ કરતા હોઈ છે, શિયાળા માં વિદેશી પક્ષીઓ આવે છે.
નવરંગ નેચર ક્લબ – રાજકોટ ગામ માં રમત ગમત નું મેદાન છે, મોટી સંખ્યા માં સરકારી નોકરી કરતા લોકો છે.હું ફડસર નો વતની છું, તેનું મને ગૌરવ છે.
વી.ડી. બાલા
પ્રમુખ, નવરંગ નેચર ક્લબ – રાજકોટ
મો. ૯૪૨૭૫૬૩૮૯૮