મોરબી તાલુકાની હજનાળી પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો.
આજરોજ તા.23/4/2024 ના રોજ મોરબી તાલુકાની હજનાળી પ્રાથમિક શાળામાં વર્ષ:2023-24માં ધોરણ 8મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ તકે બાળકો દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત, તેરે જૈસા યાર કહા ડાન્સ તથા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શાળાના આચાર્યશ્રી સંજયભાઈ ગઢવી દ્વારા જાતે બનાવેલું કરુણ વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું હતું.જેથી વાતાવરણ અતિ ભાવુક બની જતા ધોરણ 8 ની વિદ્યાર્થીનીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.આ તકે શાળા પરિવારના આમંત્રણને માન આપીને પધારેલા ભૂતપૂર્વ શિક્ષક કાનજીભાઈ કાસુન્દ્રા દ્વારા બાળકો આગળ ઉચ્ચ અભ્યાસ કરે તેમજ શાળા અને માતા પિતાનું નામ રોશન કરે એવું શુભેચ્છારૂપી પ્રોત્સાહન આપતુ વ્યક્તવ્ય આપવામાં આવ્યું હતું.




ત્યારબાદ શાળાના શિક્ષકો દ્વારા ધોરણ 8ના બાળકોને યાદગીરી સ્વરૂપે ભેટ આપવામાં આવી. શાળાના શિક્ષક ગોરધનભાઈ પરમાર તથા દક્ષાબેન મકવાણા દ્રારા બાળકોને પ્રોત્સાહનરૂપી વક્તવ્ય આપવામા આવ્યું.અને કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક અમિતભાઇ ખાંભરા દ્વારા વક્તવ્ય અને આભાર વિધિ કરવામાં આવી હતી. આ તકે બાલવાટિકા તથા ધોરણ 1 થી 8ના તમામ બાળકોને પૂરી, શાક, અને મઠાનું ભોજન શાળાના સ્ટાફ દ્વારા કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળાના આચાર્યશ્રી સંજયભાઇ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો મોહિતભાઈ ચનિયારા, સપનાબેન પીઠડિયા અને અશ્વિનભાઇ ચાવડા દ્વારા ભારે જેહમત ઉઠાવી હતી.