મોરબી તાલુકાના મચ્છુ-૨ સિંચાઇ વિભાગના કમાન્ડ એરિયામાં આવતા ગામોમાં પાણી છોડવા વિવિધ ગામોના સરપંચો દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેરને રજુઆત કરવામાં આવી છે.
જેમાં ગોરખીજડીયા, બરવાળા, જેપુર, વનાળીયા, બગથળા, માનસર, નાની વાવડી ગામ પંચાયત સંરપચો દ્વારા લેખિત રજુઆતમાં જણાવાયું હતું કે, મોરબી તાલુકાના મચ્છુ-૨ સિંચાઇ વિભાગના કમાન્ડ એરિયામાં આવતા ગામોમાં વરસાદ ખેંચાતા વાવણી કરેલ ચોમાસું પાકને ખૂબ પ્રમાણમાં નુકશાન થવાની શક્યતા હોય તેથી આવનાર ૭ થી ૮ દિવસમાં વરસાદ ન થાય તો ખેડૂત ને સિંચાઇના પાણીની જરૂરીયાત ઉભી થશે. જેથી મોરબી તાલુકાના મચ્છુ-૨ સિંચાઇ વિભાગના કમાન્ડ એરિયામાં આવતા ગામોને મચ્છુ-૨ પેટા વિભાગ દ્વારા કેનાલથી પિયત માટે બે-ત્રણ દિવસ પહાણનું પાણી પુરૂં પાડવા નાયબ કાર્યપાલક ઇજનેરને ખેવાળીયા ગામના સરપંચ પ્રફુલભાઈ હોથી તથા માનસર ગામના સરપંચ જીતુભાઈએ તમામ ગામોના સંરપંચ વતી રજુઆત કરી હતી.