માળીયા તાલુકાના ચિખલી ગામની સીમમાં શાંતીલાલની વાડીએ રહેતા લીલસીંગ ગુલીયાભાઈ નાયક (ઉ.વ.૩૨) નામના યુવકને વાડીએ ઝેરી જીવજંતુ કરડી જતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરતા ચાલુ સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે માળિયા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.