મોરબી: ડીવાઇન લાઈટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નાની વાવડી ખાતેના દવાખાનામાં આજ રોજ બીપી અને ડાયાબિટીસ નો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાની વાવડીના લોકોએ મોટા પ્રમાણમાં લાભ લીધો હતો.

આ કેમ્પમાં ડો.બંસરીબા જાડેજા તેમજ મોહિનીબેન ચૌહાણે સેવા આપી હતી. ડીવાઇન લાઈટ ટ્રસ્ટ દ્વારા સેવા આપનાર બન્ને ડોક્ટર તથા વાવડીની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે નાની વાવડીના સરપંચ જયંતીભાઈ એમ.પડસુંબિયાએ કેમ્પમાં હાજરી આપી સેવામાં અભિવૃદ્ધિ કરી હતી. સાથે મોરબી સિવિલ ટીબી વિભાગના ડો. કમલેશ પરમાર અને નિખિલ ગોસાઈએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. સંસ્થાએ જયંતીભાઈ એમ.પડસુંબિયા તેમજ મોરબી ટીબી વિભાગનો આભાર વ્યક્ત કરતા હજુ વધુને વધુ વાવડીની જનતાની સેવા અને આવા કેમ્પો કરતા રહેશે. અને આવનારા દિવસો માં ટીબી વિભાગ સાથે રહી કેમ્પનું આયોજન કરી અને પ્રજામાં આયુર્વેદ પ્રત્યે જાગૃતતા લાવી હજુ વધુ કેમ્પોનું આયોજન કરવું એવો ધ્યેય છે. એવું સંસ્થાના પ્રમુખ ડૉ. ચિરાગભાઈ ચૌહાણ એ જણાવ્યુ હતું.
