મોરબી રાજપૂત કારણી સેના તેમજ મોરબી રાજપૂત સમાજ દ્વારા મોરબી નગર પાલિકા ચિફ ઓફિસરને આવેદન આપી રજુઆત કરી હતી કે, મોરબી ટાઉનહોલ ના મુખ્ય દ્વારો ઉપર જે તે સમયે મહારાજા મહેન્દ્રસિંહજી ટાઉન હોલનું બોર્ડ હતું, તે ફરીથી મુખ્ય પ્રવેશદ્વારો અને ટાઉન હોલની અંદર મહારાજાનું બોર્ડ લગાવવા મોરબી રાજપૂત કરણી સેનાની માંગણી છે. આ સાથે જણાવવાનું કે હાલ નગરપાલીકા ટાઉન હોલની જગ્યા આવેલી છે તે મોરબી રાજવી પરિવારની હોઈ, અને મોરબીની જનતાની સુખાકારી – લોક હિતાર્થે રાજવી પરિવારે મહારાજાની સમૃતિ સતત પ્રજા વચ્ચે રહે એવા હેતુ થી આ ટાઉન હોલ પ્રજા પ્રજાને સોપેલ જેમાં થોડા સમય પહેલા સુધી મહારાજા મહેન્દ્રસિંહજીના નામનું બોર્ડ લગાવેલ હતું એ કોઈકના કોઈક કારણોસર હટાવવામાં આવેલ છે.
મહારાજ મહેન્દ્રરિસંહજીનું નામ સતત પ્રજાની વચ્ચે રહે એવા ઉમદા હેતુ થી અમારો આગ્રહ છે કે આ બોર્ડ તાત્કાલીક ના ધોરણે મુખ્ય પ્રવેશ દ્વાર અને ટાઉન હોલની અંદર લગાવવામાં આવે તેવી અમારી મોરબી રાજપૂત સમાજ તેમજ રાજપૂત કરણી સેના માંગણી કરે છે. નગર પાલિકા રૂબરૂ આવેદન પત્ર નગર પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા ને યોગ્ય નિકાલ કરવામાં આવે આવી રજુવાત કરવામાં આવેલી ને જયરાજસિંહ જાડેજાએ ખુબજ સારો પ્રતિસાદ આપ્યો હતો.
આ તકે રાજપૂત કારણી સેનાના મોરબી જિલ્લા પ્રભારી દશરથસિંહ ઝાલા, જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, મોરબી રાજપૂત સમાજ પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા,
મહામંત્રી મહાવીરસિંહ જાડેજા, ઉપપ્રમુખ રાજભા ઝાલા, યશવંતસિંહ ઝાલા તેમજ રાજપૂત કારણી સેના મોરબી જિલ્લા તેમજ શહેરના હોદેદારો સુખુદેવસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા, યોગીરાજસિંહ ઝાલા, ઓમદેવસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા, ગિરિરાજસિંહ જાડેજા, મહિરાજ સિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ઝાલા ઉપસ્થિત રહી રજુવાત કરી હતી.