મોરબી સબ જેલમાંથી ૪ માસથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ કાચા કામના કેદીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડ્યો હતો.
મોરબી પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇવામજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને મળેલ બાતમી આધારે ચીફ.જયુડીમેજી.કોર્ટ હળવદ, ફો.કે.નં.૬૪૬/૧૬ ના કામે મોરબી સબ જેલના કાચા કામના કેદી નાનજીભાઇ સોમાભાઇ જીંજુવાડીયા જાતે કોળી (ઉ.વ. ૫૦ રહે. જુની જોગડ તા.હળવદ જી.મોરબી) વાળો તા.૧૮/૦૮/૨૧ થી મોરબી સબ જેલ ખાતેથી વચગાળાના જામીન પરથી ફરાર હોય મજકુર આરોપીને હકીકત આધારે આજરોજ તા.૨૬/૧૨/૨૧ ના રોજ જુની જોગડ ગામથી મળી આવતા હસ્તગત કરી જરૂરી કાર્યવાહી કરી મોરબી સબ જેલ ખાતે મોકલી આપેલ છે.
આ કામગીરીમાં વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી, એન.બી.ડાભી પો.સબ.ઇન્સ. લ.સી.બી. તથા એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા, તથા પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, ચંન્દ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા, સહદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રા હરેશભાઇ સરવૈયા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.