Thursday, April 24, 2025

મોરબી: જુના RTO કચેરી સામેથી કારમાંથી ઇંગ્લિશ દારૂની 95 બોટલો સાથે 3 ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના બાયપાસ રોડ જુની RTO કચેરી સામે કારમાંથી અંગ્રેજી દારૂની 95 બોટલો સહિત કુલ.રૂ.1,79,000 ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને મોરબી એલસીબીએ ઝડપી લીધા છે.

મોરબી એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન પો.હેડકોન્સ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને એક ટાવેરા કાર નં. GJ-23A-8378 વાળીમાં અંગ્રેજી દારૂનો જથ્થો ભરી કચ્છથી રાજકોટ બાજુ આવતી હોવાની ચોકકસ બાતમી મળેલ હતી. જે આધારે કંડલા-રાજકોટ બાયપાસ રોડ, ઉપર આવેલ જુની આર.ટી.ઓ.કચેરી સામે કારની વોચમાં હતા.

તે દરમ્યાન કાર આવતા કારને ઇસરો કરી રોકતા કારમાં આગળ, પાછળના નીચેના ભાગે ચોરખાના બનાવેલ હોય તેમજ દરવાજા ઉપર ફીટ કરેલ સ્પીકર માટેના પુફાઓ ખોલી દરવાજામાં રહેલ જગ્યામાંથી વિદેશી દારૂની નાઇટ બ્લ મેટ્રો લીકર વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ કાચની કંપની સીલબં ધ બોટલ નંગ.95 (કી.રૂ. 28,500 તથા મોબાઇલ ફોન નંગ.1 (કિ.રૂ.9000) તથા ટવેરાકાર નં.GJ-23-A-8378 (કી.રૂ.1,50,000) મળી કુલ કી.રૂ. 1,79,000ના મુદામાલ સાથે વિરલ વિજયભાઇ દુધરેજીયા (રહે. કૃષ્ણનગર, શેરી નં.-૦૨, કોળી બોડીંગની પાછળ, જામનગર), કેતન કાંતિભાઇ તાવડીવાલા (રહે. કે-૧૦૭,લાલવાડી આવાસ, જી.ડી.શાહ હાઇસ્કૂલ પાછળ, જામનગર) અને માનવ ભરતભાઇ રાઠોડ (રહે. ગુલાબનગર મોહનનગર શેરી નં.-૦૩ જામનગર)ને ઝડપી લીધા હતા. ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે આ દારૂનો જથ્થો મોકલનાર પ્રવિણભાઇ મહેશ્વરી (રહે. લાકડીયા)નું નામ ખુલતાં તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

ઉપરોક્ત કામગીરીમાં વી.બી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર તથા HC દિલીપભાઇ ચૌધરી પૃથ્વીરાજસિંહ જાડેજા સહદેવસિંહ જાડેજા, PC વિક્રમભાઇ કુંગસીયા, રણવિરસિંહ જાડેજા, વિગેરેનાઓ દ્વારા કરેલ છે.

Related Articles

Total Website visit

1,502,267

TRENDING NOW