મોરબી: મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ પદે યોગેશ રંગપડીયાની નિમણૂક કરવામાં આવી છે.
હર હંમેશ પ્રજાના કાર્ય માટે પ્રયત્નશિલ યુવા જોશીલા યોગેશ રંગપડીયાની નિમણૂક આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ પદે કરવામાં આવી છે. સોસીયલ મીડીયાના માધ્યમથી લોકોના પ્રશ્નોને વાચા આપનાર તેમજ જનતાના કાર્યને પોતાનું કાર્ય સમજી નિષ્ઠા પૂર્વક કાર્ય કરનાર યોગેશ રંગપડીયાની આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ પદે નિમણૂક થતાં લોકોમાં નવું આશાનુ કીરણ ફુટયુ છે.
યોગેશ રંગપડીયાને ચારે તરફથી શુભેચ્છાઓના ધોધ વરસી રહ્યો છે. મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીનો ખુબ વિસ્તાર કરે તેવી શુભેચ્છા સહ અભીનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
યોગેશ રંગપડીયાએ આમ આદમી પાર્ટીમાં મોરબી જીલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવા બદલ પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઈટાલીયા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા તેમજ પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ તેમજ એ.કે. પટેલનો આભાર માન્યો હતો.