મોરબી જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના ઉપપ્રમુખ અને મોરબી જિલ્લા ક્રોંગ્રેસ યુવા ઉપપ્રમુખ તેમજ સેવાકીય પ્રવૃતિમાં હમેંશા અગ્રેસર રહેતા ભાવનીકભાઈ મુછડીયાનો આજે જન્મદિવસ છે.
મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના વતની ભાવનીકભાઈ હસમુખભાઈ મુછડીયા આજે 21 વર્ષ પુર્ણ કરીને 22 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. અને મોરબી જિલ્લામાં શોષીત, પછાત વિસ્તારોની મુલાકાત લઈને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી લોકપ્રશ્નનું નિરાકરણ લાવવા પ્રયત્નશીલ રહ્યા છે. તેમજ યુવા હોવાથી વિદ્યાથીઓની સમસ્યા અંગે પણ અવારનવાર રજુઆત કરી છે. સાથે લોકડાઉનમાં ગરીબ ઝુપડપટ્ટી વિસ્તારોમાં માસ્ક વિતરણ, નાસ્તો વિતરણ જેવી અનેક સેવાકિય પ્રવૃતિઓ કરી છે. ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના સગા-સંબધી અને બહોળા મિત્ર વર્તુળ તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ-મોરબી દ્વારા જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી છે. સાથે તેમના મો.9586564122 પર જન્મદિવસની શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.
