Saturday, April 19, 2025

મોરબી જિલ્લા ભાજપ દ્વારા એવોર્ડી શિક્ષકોને સન્માનિત કરાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વૈદેહી ફાર્મ ખાતે યોજાયેલા જિલ્લા ભાજપની સંગઠન તેમજ ચૂંટાયેલા જન પ્રતિનિધિની ઉપસ્થિતમાં શિક્ષકના શિક્ષકત્વનું સન્માન કરાયું

મોરબી: દર વર્ષે “શિક્ષક દિન” નિમિતે સરકાર દ્વારા શિક્ષણમાં જેમને ઉત્કૃષ્ટ કામગીરી કરીને શૈક્ષણિક ગુણવત્તાની અભિવૃદ્ધિમાં અદકેરું યોગદાન આપેલ છે એવા શિક્ષકોને તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના ” શ્રેષ્ઠ શિક્ષક'”ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવે સત વર્ષથી એટલે કે વર્ષ 2014 થી દર વર્ષે મોરબી જિલ્લાના શિક્ષકોની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતી આવે છે.

એ તમામ રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રાપ્ત કરનાર 9 નવ શિક્ષકોનું અને ચાલુ વર્ષે તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરિકેનું બહુમાન પ્રાપ્ત કરનાર 10 દશ શિક્ષકો એમ કુલ 19 જેટલા શિક્ષકોના શિક્ષકત્વનું સન્માન મોરબી જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના ધારાસભ્યો, સંસદ સભ્યો, તાલુકા જિલ્લા પંચાયતના નગરપાલિકાના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ તેમજ ભાજપ સંગઠનના વિવિધ મોરચાના સૂત્રધારોની ઉપસ્થિતમાં શિક્ષકો સમય પાલન માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ હોય છે. એટલે સુંદર ઘડિયાળ સ્મૃતિચિહ્નન રૂપે તેમજ નિષ્ઠાપૂર્વકની કામગીરીની કદર રૂપે સાલ તેમજ પુષ્પ ગુચ્છ અર્પણ કરી તમામ શ્રેષ્ઠ શિક્ષકોને વૈદેહી ફાર્મ મોરબી ખાતે સન્માનિત કરાયા હતા. સન્માન બદલ તમામ શિક્ષકોએ દુર્લભજીભાઈ દેથરીયા પ્રમુખ જિલ્લા ભાજપ તેમજ સમગ્ર ટીમનો આભાર પ્રકટ કર્યો હતો.

Related Articles

Total Website visit

1,502,076

TRENDING NOW