મોરબી: ભારતીય જનતા પાર્ટી મોરબી જીલ્લા દ્વારા આવતી કાલે તા.9 ના સવારે ૯કલાકે કોવિડ-19 રેપિડ ટેસ્ટ સેન્ટર રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાની અધ્યક્ષતામાં તથા જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દુર્લભજીભાઇના માર્ગદર્શન મુજબ મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય, શનાળા રોડ, ખાતે તમામ વ્યક્તિઓને વિના મુલ્ય કોરોના રેપિડ ટેસ્ટ કરવાના સેન્ટરનો પ્રારંભ થશે. રેપિડ કીટ મારફતે શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરી આપવામાં આવશે. અને જે કોઇ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવે તેમને 14 દીવસની દવાની કીટ પણ આપવામાં આવશે. તેમ મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી દામોદરભાઇ પટેલની યાદીમાં જણાવાયું હતું.