મોરબી : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મોરબી જીલ્લા ભાજપ સંગઠનના પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરીને મોરબી જીલ્લા ભાજપના યુવા મોરચાની સોશીયલ મીડીયા ટીમની રચના કરવામાં આવી છે.
મોરબી જીલ્લા ભાજપના યુવા મોરચાની સોશીયલ મીડીયા ટીમમાં કુલદીપ ચાવડા, સંદિપ અઘારા, સંજય ઠાકોર, ગજેન્દ્ર ભટ્ટ, રવિ ફુલતરીયા, રાકેશ કાસુન્દ્રા, ભાવેશ ચાપાણી, લલિત ભોરણીયા, જય પાટડીયા, મયુર પરમાર, મયુર પટેલ અને કલ્પેશ પરમારની નિમણુંક કરવામાં આવી છે.