મોરબી: કોરોના કહેરમાં એકમાત્ર હાલમાં બચવાનો ઉપાય હોય તો તે કોરોના કવચ સમાન વેક્સીન છે. જેથી કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં બગથળા જિલ્લા પંચાયતના મહિલા સદસ્યે કોરોના વેક્સીન લીધી હતી. બગથળા જિલ્લા પંચાયતના સદસ્ય જયશ્રીબેન સતિષભાઈ મેરજા એ કોરોના રસીનો ડોઝ લીધો હતો તેમજ રસી સુરક્ષિત હોય હાલ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. જેથી યુવાનો સહિતના સૌ કોઈ રસી મુકાવે તેવી અપીલ કરી હતી.