મોરબી: શિક્ષણ વિભાગના આદેશ અન્વયે મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સી.સી.કાવરને મોરબી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેનો ચાર્જ આપવામાં આવેલ છે. તેઓના દીર્ઘ અનુભવનો જિલ્લા પ્રાથમિક શિક્ષણ ફલક પર પણ પ્રાથમિક શિક્ષણ પરિવારના વહીવટી અને શૈક્ષણિક પ્રશ્નોના નિરાકરણ માટે લાભ મળતો રહેશે તે બાબતના આનંદ સાથે મોરબી તાલુકા ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી આદરણીય ચંદ્રકાન્ત સી.કાવર સાહેબને શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
આ સાથે મોરબી તાલુકા પંચાયત કચેરીની આપણી શિક્ષણ શાખા ને મોરબી તાલુકા ના તમામ શિક્ષક ભાઈઓ-બહેનો વતી મોરબી તાલુકા ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી પ્રમુખ સંદીપ આદ્રોજા અને મહામંત્રી અશ્વિનભાઈ દલસાણિયા દ્વારા વિઘ્નહર્તા -બળપ્રદાતા દેવ, વિદ્યા- શક્તિ પ્રદાતા દેવીની તસવીર અર્પિત કરવામાં આવી હતી.