મોરબી જિલ્લા સરપંચ જૂથ એ રજૂઆત માં જણાવ્યું છે કે, મોરબી જિલ્લા માં હાલ ખનીજ માફિયા બેફામ બન્યા છે ૨૪ કલાક ખનીજ ચોરી કરી પંચાયત તથા સરકારી તિજોરી ને મોટા પાયે નુકસાન કરી રહ્યા છે આ બાબતે મોરબી જિલ્લા ભૂસ્તર શાખા તદન વામડી નીવડી છે . આવા ખનીજ માફિયા ને દંડવા ને બદલે જ્યાં પંચાયત ના કે લોક હિત ના કામ થતાં હોય ત્યાં ખોટી રેડ કરી ને પોતાની પીઠ થાબડી લે છે .હાલ માં ગોર ખીજડીયા ગામે તથા થોડા સમય પેલા લજાઈ ગામે આવાજ લોક હિત ના કામ કરતા વાહનો ને દંડવામાં આવ્યા તા …તો આપ સાહેબ શ્રી ને અમારી નમ્ર વિનંતી છે કે ભૂસ્તર શાખા સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને મોરબી જિલ્લા ને ખનીજ માફિયા થી બચાવવા માં આવે આવે આપ સાહેબ પાસે અપેક્ષા….