મોરબી: ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતમાં અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા બાંધકામ શ્રમિકોની ઓનલાઇન નોંધણી ‘ઈ-નિર્માણ પોર્ટલ’ દ્વારા કરવાની જાહેરાત ગત સપ્તાહમાં કરવામાં આવી હતી
મુખ્યમંત્રીના આ અભિગમ મુજબ મોરબી જિલ્લામાં આગામી ૧૩/૦૬/૨૦૨૧થી કોમન સર્વિસ સેન્ટરો (csc) પર જરૂરી પુરાવા સાથે બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રમિકો જેવા કે કડિયા કામ, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, બાંધકામ છૂટક મજૂરી કરનાર લોકો નોંધણી કરાવી શકશે
નોંધણી કરાવવા માટે શ્રમિકોના પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ, રેશનકાર્ડ, બેંક પાસબુક/ કેંસલ ચેક ની નકલ, ડ્રાઇવિંગ લાઇસન્સ / પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, શ્રમિકે ૯૦ દિવસથી વધુ સમય સુધી બાંધકામ ક્ષેત્રે કામ કરેલ હોય તેનો પુરાવો/ સ્વયં પ્રમાણપત્ર, વ્યવસાયનું પ્રમાણ પત્ર અને આવકનું પ્રમાણપત્ર જેવા ડોક્યુમેન્ટ સાથે csc સેન્ટરો પર નોંધણી કરાવી શકશે.
શ્રમિકોને નોંધણી થયેથી તમામ લાભો ઓનલાઇન પોર્ટલ ખાતે મળતા શ્રમિકોને થતી હાલાકી ઓછી થશે અને પારદર્શકતા, સુગમતા સાથે ઝડપી લાભો મળશે તેવું પ્રોજેક્ટ મેનેજરશ્રી ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, મોરબીના મેનેજર વિપુલ જાનીની યાદીમાં જણાવેલ છે
મોરબી જિલ્લાના મુખ્ય csc સેન્ટરોની વિગતો નીચે મુજબ છે.

