મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ડીઝલ ચોર ગેંગ સક્રિય
મોરબી જિલ્લામાં ડીઝલ ચોર ગેંગ ફરી પાછી સક્રિય થઈ હોય તેવો ઘાટ હાલમાં જોવા મળી રહ્યો છે કારણ કે હળવદ તાલુકા વિસ્તારમાં જુદા જુદા પાંચ વાહનોમાંથી ડીઝલની ચોરી કરવામાં આવ્યો અને માહિતી સામે આવી રહી છે
મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં હાઇવે રોડ ઉપર પાર્ક કરીને મુયા હોય ત્યારે ટેન્ક માંથી કોઈપણ રીતે ડીઝલ ચોરી કરવામાં આવતી હોય તેવી અગાઉ અનેક વખત ફરિયાદ આવી ચૂકી છે .તેવામાં હળવદ તાલુકામાં ગત તારીખ ૨૦ ના રાત્રિના ત્રણ થી ચાર વાગ્યાના અરસામાં જુદી જુદી એક કે બે નહિ પરંતુ પાંચ જેટલી ગાડીઓ માંથથી ડીઝલની ચોરી કરવામાં આવી રહી છે અને તેના સીસીટીવી પણ સામે આવ્યા છે. ત્યારે હાલમાં મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામ નજીક અજાણી કાર રાત્રિ સમયે આવી જુદા જુદા પાંચ પાર્ક કરેલ વાહનો માંથી ડીઝલની ટેન્ક તોડીને કે ખોલી ને ડીઝલ ચોરી કરતા હોવાનો વિડિયો હાલ વાયરલ થયો છે. ત્યારે આ વાયરલ વીડીયો દેવળિયા નજીક આવેલ એક કારખાનાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે આવી જ રીતે તે જ રાત્રિના અલગ અલગ ચાર જગ્યાએ પણ ડીઝલ ચોરી થઈ હોવાની ફરિયાદ ઉઠી છે.