Tuesday, April 22, 2025

મોરબી જિલ્લાના રામપર ગામના ખેડૂતોની કફોડી હાલત, તંત્રને કરી અપીલ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા તેમજ તાલુકાનું રામપર (પાડાબેકર) ગામ આઝાદીના 78 વર્ષ પછી પણ તેની દર્દનાક વ્યથામાંથી મુકત થયું નથી.સમગ્ર ગામ ખેતી આધારિત છે.ગામની નજીકથી જ નદી પસાર થાય છે.ચોમાસા દરમિયાન આ ગામની તકલીફો વધી જાય છે.

ખેડૂતોની મોટાભાગની જમીન સામાકાંઠે હોવાથી ચોમાસામાં ખેડૂતો તેમના ખેતરોમાં જઈ શકતા નથી.ચોમાસુ ખેતી પણ થઈ શકતી નથી.આગોતરી ખેતી કરી વળતર લઈ શકાતું નથી.માત્ર શિયાળુ ખેતી એટલે કે પાસ્તરનું જ વાવેતર થાય છે.આ બાબતે ખેડૂતોએ નદી ઉપર પુલ બાંધવા વારંવાર રજૂઆતો કરી છે.ઉપર ભગવાન સાંભળતો નથી અને નીચે સરકાર કે વહીવટીતંત્ર સાંભળતું નથી.ખેતીની પૂરતી આવક ના થતાં ખેડૂતોની દશા બેહાલ થઈ રહી છે.ચૂંટણી સમયે નેતાઓ વાત સાંભળી આશ્રવાસન તેમજ કામ કરવાનાં વચન આપે છે પણ ચૂંટણી પછી કોઈ જ ડોકાતું નથી.સરકારી ચોપડે જાણે કે આ ગામ હોય જ નહી તેમ વહીવડટીતંત્ર પણ કોઈ ફરિયાદ સાંભળતું નથી.આ ગામના ખેડૂતો ચલો મોરબી કે ચલો ગાંધીનગરની કૂચ કરી તેમની રજૂઆત કરવાનું વિચારી રહેલ છે.સંસદસભ્યશ્રી કે ધારાસભ્યશ્રી પણ ધારે તો પોતાની ગ્રાન્ટમાંથી રકમ ફાળવી અવરજવર માટે નદી ઉપર પુલ બનાવે તો ફરિયાદનો નિકાલ થઈ શકે તેમ છે.

રામપરના ખેડૂતોની હાલત વધારે બગડે તે પહેલાં વહીવટીતંત્ર ત્વરિત તેમની વ્યથા સાંભળી યોગ્ય પગલાં ભરે તેવી ગામલોકોની તીવ્ર પ્રતિક્રિયા છે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW