મોરબીમાં કોરોનાની મહામારીએ ભયંકર પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. ત્યારે સેવાભાવી લોકો કોઈ ને કોઈ રીતે લોકોની સેવા માટે આગળ આવી રહ્યા છે. ત્યારે ગરીબ પરીવારનાં જરૂરીયાતમંદ લોકો માટે જગદંબા સ્ટેશનરી મોરબી દ્વારા અનોખી ટીફીન સેવા શરૂ કરવામાં આવી છે.
જેમાં મોરબી તથા આસપાસનાં વિસ્તારમાંથી આવતા અને કોઈપણ કારણસર કોઇપણ વ્યક્તિને મોરબી હોસ્પીટલમાં સારવાર અર્થે જવુ પડે તેમ હોય અને હોસ્પીટલનાં કામથી ત્યાં રોકાવુ પડે તેમ હોય તેવા જરૂરીયાતમંદ પરિવારનાં લોકો માટે માત્ર 20 રૂપિયામાં એક વ્યકિતને જમવાની સગવડતા પુરી પાડવામાં આવશે. તો તમામ જરૂરીયાતમંદ લોકોને આ સેવાનો લાભ લેવા અપિલ કરવામાં આવી છે. આ સેવાનો લાભ લેવા બ્રિજેશભાઈ મહેતા (મો.99259 00400), વ્યોમેશભાઈ મહેતા (મો.90992 10000) સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.