મોરબી : ચરાડવા ગામે રાજબાઈ માતાજીના મંદિરે પ્રાગટ્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
ધજા જોતા ધન સાંપડે દેવળ જોતા દુઃખ જાય
એવા વંદુ રાજલ માત ને તુને દંડવત લાગું પાય!
મોરબી થી વીસ કિલોમીટર દુર આવેલા ચરાડવા ગામમાં બિરાજમાન રાજ રાજેશ્વરી રાજબાઈ માતાજીનો ફાગણ સુદ બીજ પ્રાગટ્ય દિન છે ત્યારે હજારો ભાવિકો ચરાડવામાં માં રાજબાઈ નું પ્રાગટ્ય દિન ઉજવવા આવે છે અને આ પરંપરા મુજબ આ વર્ષે તારીખ ૨૧-૨-૨૦૨૩ ને મંગળવારે ફાગણ સુદ બીજના દિવસે રાજબાઈ માતાજીના મંદિરે પ્રાગટ્ય દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગલા દિવસે તારીખ ૨૦-૨ નાં બપોરે ૩-૩૦ વાગ્યે રાજબાઈ માતાજીના મંદિરેથી શોભાયાત્રા યોજાશે જે આખા ચરાડવા ગામમાં ફરશે અને રાત્રે સંતવાણી નો કાર્યક્રમ યોજાશે. તારીખ ૨૧-૨ નાં રોજ માતાજીના મંદિરમાં ધ્વજારોહણ અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞના આયોજક અને યજમાન પરસોત્તમભાઈ જીવરાજભાઈ સેંધાણી (પટેલ) ઘાટકોપર મુંબઈ દ્વારા કરવામાં આવ્યું છે. પૂજારી મનસુખભારતી બાપુએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે. આ ચરાડવા ગામે આવવા માટે ભાવિકો પદયાત્રા યોજીને પહોંચે છે તે મુજબ આ વર્ષે પણ કચ્છના કટારીયા ગામેથી અને સુરેન્દ્રનગર થી પદયાત્રાનું આયોજન થયું છે.