મોરબી: ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મોરબી દ્વારા 12 એપ્રિલને સોમવારના રોજ સવારે 9 થી બપોરે 12 વાગ્યા દરમ્યાન સદ્દભાવના હોલ, કારીયા સોસાયટી, વાવડી રોડ મોરબી ખાતે સમાજના 45 વર્ષથી ઉપરથી વધુ વયના જ્ઞાતિજનો માટે નિઃશુલ્ક કોવિડ વેકસિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ નિઃશુલ્ક રસીકરણ કેમ્પમાં જતાં સમયે આધારકાર્ડ સાથે રાખવું ફરજિયાત છે. રસી લેવા જતાં પૂર્વે જમીને અથવા નાસ્તો કરીને જવું જરૂરી છે. સ્થળ પર માસ્ક પહેરવાં તેમજ સામાજિક અંતર જાળવી રાખવા તથા કોવિડ-19ની ગાઈડલાઇન્સનું સંપૂર્ણપણે ચુસ્ત પાલન કરવા આયોજકોએ યાદીમાં જણાવ્યું છે.