Tuesday, April 22, 2025

મોરબી: કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ પરિવારની વ્હારે ઉદ્યોગપતિ પંકજ રાણસરીયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં કોરોના કહેર ચાલુ છે. ત્યારે મોરબીની ઘણી હોસ્પીટલોમાં દર્દીઓની લાઇનો અને કતારો જોવા મળી રહી છે અને મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તેમજ હોસ્પિટલોના બેડ પણ ફુલ જોવા મળે છે. ત્યારે મોરબી જિલ્લામાં અનેક કોરોના કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. અને અનેક લોકો કોરોના મહામારી સામે લડવા આગળ આવી મદદરૂપ બની રહ્યા છે. ત્યારે મોરબીના યુવા ઉદ્યોગપતિ પંકજભાઈ રાણસરીયા જરુરિયાતમંદ પરિવારની વ્હારે આગળ આવ્યા છે. મોરબીમાં સર્વ સમાજ માટે જરૂરીયાતમંદ પરિવાર માટે રૂ.11,11,111 રૂપિયાનું દાન કરવા નિર્ણય લીધો છે. જેમાં મોરબીમાં કોઈપણ દર્દીને દવા, સીટી સ્કેન કરાવવાની રિકવાઇમેન્ટ હશે, અન્ય કોઈપણ હોસ્પીટલને લગતું કામમાં જરૂરિયાતમંદ પરિવાર માટે પોતે જાહેર કરેલ રકમ ફાળવશે.

આ તકે પંકજભાઈ રાણસરીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલ મોરબીમાં વધતા જતાં કેશને ક્યાંય ને ક્યાંક ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને સમસ્યાના પડે તે માટે મારી ટીમ સર્વ સમાજના જરૂરિયાતમંદ પરિવારના કોઈપણ હોસ્પીટલમાં દાખલ હોય તેમનો ખર્ચમાં મારી ટીમ રકમનું બિલ ભરી આપશે. તેમજ દવાનું બીલ વોટસપ કરી આપશે તો તેમને પણ મારી ટીમ દવા પહોચાડી આપશે. સાથે મોરબીમાંથી અન્ય જગ્યાએ સારવાર માટે જવા માટે એમ્બ્યુલન્સ નક્કી કરેલ હોય એના માટે એમ્બ્યુલન્સ ખર્ચે પણ અમે ઉઠાવીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં દર વર્ષે ઉમીયા પરિવાર દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં યુવા ઉદ્યોગપતિ પંકજભાઈ રાણસરીયા બે વર્ષ સુધી માતાજીની આરતી ઉતારી રહ્યા છે. અને સતત ત્રીજા વર્ષે દિકરીનો જન્મ થાય તો આરતીનો લાભ લેવા નિરધાર કર્યો હતો. પરંતુ કોરોના મહામારીને લઇને નવરાત્રી ન થય શકી. પંકજભાઈ રાણસરીયા દિકરીનો જન્મ થતાં નવરાત્રિની આરતી માટે અપાતી રકમ હવે જરૂરિયાતમંદ પરિવાર માટે આપવાનો ઉમદા નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ માહિતી માટે પંકજભાઈ રાણસરીયા મો.9725555555 પર સંર્પક કરવા યાદીમાં જણાવાયું હતું.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW