મોરબી જિલ્લામાં કોરોના કેસની સંખ્યામાં ચિંતાજનક રીતેવધારો થયો છે. ત્યારે આજે કચ્છ-મોરબી અને રાજકોટના સાંસદની હાજરીમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક રાખવામાં આવી હતી. જેમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને આરોગ્યલક્ષી સુવિધા તાત્કાલિક મળી શકેતેના માટે હોસ્પિટલની અંદર બેડની સુવિધા કરવામાં આવે, જરૂરી દવાનો જથ્થો ઉપલબ્ધ થાય અને આરટીપીસીઆર ટેસ્ટનો ઝડપી રિપોર્ટ મળે તે માટે મોરબી જીલ્લામાં તાત્કાલિક કોરોનાનાટેસ્ટ કરવા લેબોરેટરી કાર્યરત કરવામાં આવે તેની વ્યવસ્થા અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી.
કોરોના પાર્ટ ટુમાં હાલમાં મોરબી જિલ્લાની અંદર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. અને ખાસ કરીને હાલમાં સરકારી જે આંકડા બતાવે છે. તેના કરતાં વાસ્તવિકતા કંઇક જુદી જ હોવા છતાં પણ આવાસ્તવિકતાને સરકારી તંત્ર સ્વીકારતું ન હતું જો કે, આજે અચાનક તાત્કાલિક ધોરણે મોરબી જિલ્લાકલેક્ટર કચેરી ખાતે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા અને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરાસહિતના આગેવાનોની હાજરીમાં કલેક્ટર સહિતના અધિકારીઓની કોરોના સંદર્ભે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં હાલની વર્તમાન પરિસ્થિતિમાં કોરોનાનું સંક્રમણ મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાંહોવાની ચર્ચાઓ કરવામાં આવી હતી જેથી કરીને લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને જેરીતે સરકારી કોરોના કેર સેન્ટર શહેરી વિસ્તારની આસપાસમાં ઉભાકરવામાં આવે છે આવી જ રીતે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ સરકારી કોરોના કેર સેન્ટરકાર્યરત કરવામાં આવે તેની ચર્ચા છે તે ઉપરાંત જરુરી રેમડીસીવર ઇન્જેક્શન અને દવાનો જથ્થો મોરબીજિલ્લાની અંદર પૂરતા પ્રમાણમાં મળે તેના માટેનું આગોતરું આયોજન કરવા માટેની ચર્ચા કરવામાં આવી છે.
હાલમાં ખાનગીમાંજે આરટીપીસીઆર ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવે છે તે સેમ્પલ અમદાવાદ ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવતા હોય ત્યાંથી રિપોર્ટ આવતા બે દિવસ જેટલો સમય લાગતો હોય છે. માટે જો મોરબી જિલ્લાની અંદર લેબોરેટરી કાર્યરતકરવામાં આવે તો તાત્કાલિક લોકોના સેમ્પલનો રિપોર્ટ આવી જશે અને જો શંકાસ્પદ વ્યક્તિને કોરોના પોઝિટિવ હોય તો તેની સારવાર ચાલુ કરી શકશે. આમ કરવાથી કોરોનાનું સંક્રમણ રોકી શકશે આ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી છે અનેજરૂરી દવાનો જથ્થો મોરબી જિલ્લાને મળે તે માટે થઈને અને લેબોરેટરી માટે રાજ્ય સરકારમાં સાંસદો દ્વારા રજૂઆત કરવામાં આવશે તેવું બેઠક પૂરી થયા બાદ પત્રકારોને સાંસદોએ જણાવ્યું છે.