મોરબી: આદીકાળથી સનાતન હિન્દુ ધર્મમાં ગૌમાતાનું પૂજન-અર્ચન કરવામાં આવી રહ્યું છે. ગૌમાતા માતામાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે. ત્યારે ગૌસેવાના લાભાર્થે મોરબીના રવાપર રોડ સ્થિત એવન્યુ પાર્ક સોસાયટી મહિલા મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે. જેમા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

પુષ્ટીમાર્ગીય ભાગવતાચાર્ય શાસ્ત્રીજી સુહાગભાઈ દવે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું તા.27ની રસપાન કરાવી રહ્યા છે. જેમા તા.30ને ગુરૂવારના રોજ કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણ જન્મોત્સવમાં મેહુલભાઈ પુજારાનો પુત્ર વિહાનને શ્રીકૃષ્ણ બનાવેલ હતો. સાથે કથામાં ધાર્મિક-માંગલિક પ્રસંગો સાથે રાત્રે બજરંગ ધૂન મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવી રહી છે.
