મોરબી રવાપર રોડ સ્થિત એવન્યુપાર્ક સોસાયટી ખાતે એવન્યુ પાર્ક મહિલા મંડળ દ્વારા ગૌસેવાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું રસપાન થઈ રહ્યુ છે. ત્યારે આજ રોજ તા.૩૦-૧૨-૨૦૨૧ ગુરુવારના રોજ શ્રી કૃષ્ણજન્મોત્સવ ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.
તે ઉપરાંત રાત્રે ૯ કલાકે સુપ્રસિધ્ધ બજરંગ ધૂન મંડળ દ્વારા ધૂન-ભજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજકો તરફથી ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.