મોરબી એલસીબી ટીમે વસીમ નામના શખ્સને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લીધા બાદ આ શખ્સની પુછપરછમા આ હથિયાર મોરબીના લક્ષ્મી સોસાયટીમાં રહેતા હરકિસન ઉર્ફે રમેશ ટીડાભાઈ મૂંધવા પાસેથી ખરીદ કર્યાની કબૂલાત આપતા પોલીસે આરોપી હરકિશન ઉર્ફે રમેશને રૂપિયા 5000ની કિંમતના તમંચા સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.
