મોરબી આયુષ હોસ્પિટલ દ્વારા ફ્રી બેઝીક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન
આયુષ હોસ્પિટલ ખાતે કરવામાં આવી ગણેશજી ની સ્થાપના… ગણપતિ દાદાનાં દર્શન કરો અને નિરોગી રહો… મોરબીની શ્રદ્ધાળુ જનતા માટે આયુષ હોસ્પિટલ દ્વારા ફ્રી બેઝીક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન..
મોરબી આયુષ હોસ્પિટલ દ્વારા ફ્રી બેઝીક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જે ગણેશ મહોત્સવ દરમ્યાન એટલે કે તા. 07 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર સુધી યોજાનાર છે. આ કેમ્પમાં મોરબીની જનતાને બ્લડપ્રેશર, સુગર, RBS, હ્રદયનાં ધબકારા, એક્સ રે, શરીરનું વજન-ઉંચાઈ, ECG, તેમજ દરેક વિભાગ નાં સ્પેશિયાલિસ્ટ નિષ્ણાંત ડૉક્ટર નું કન્સલટેશન ફ્રી કરી આપવામાં આવશે. તેમજ દવાઓ માં 20% તથા રીપોર્ટમાં 50% જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે ત્યારે આ ગણપતિ દાદાના દર્શન કરવા માટે મોરબીની શ્રધ્ધાળુ જનતાને પધારવા માટે આયુષ હોસ્પિટલ દ્વારા સૌને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે…