મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમને નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના થયેલ હોય જેથી તેઓ કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. ત્યારે પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ.હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ વાઘેલા, ચંદ્રકાંતભાઇ વામજા તથા પોલીસ કોન્સ્ટેબલ બ્રિજેશભાઇ કાસુન્દ્રાને મળેલ બાતમી આધારે વાંકાનેર તાલુકા, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અલગ અલગ માનવ શરીર સબંધી ગુનાના નાસ્તા ફરતા આરોપી રમણ અબુભાઇ ઉર્ફે આલુભાઇ દેવધાભીલ (રહે.ઉંચવાણીયા ગામ, લાલા ફળીયુ હનુમાનજીના મંદિર પાસે તા.જી.દાહોદ) છેલ્લા ૨૧ વર્ષથી ગુનો આચરી નાસ્તો ફરતો હતો. તેમજ રાકેશ જીતરીયા ઉર્ફે જીથુજી પસાયા (રહે.ચૂડેલી ગામ પસાયા ફળીયા પોલીસ ચોકી પારા, તા.જી.જાબુઆ (મધ્યપ્રદેશ) વાળો છેલ્લા ૮ વર્ષથી નાસ્તો ફરતો હતો.

બન્ને આરોપી મધ્યપ્રદેશ રાજયના જાંબુઆ તથા ગુજરાતના દાહોદ જીલ્લા ખાતે હોય જે બાતમી આધારે એક ટીમ બનાવી ઉપરોકત બન્ને આરોપીઓની તપાસ કરતા જાંબુઆ તથા દાહોદ જીલ્લા ખાતેથી બન્ને આરોપીઓને પકડી પાડ્યા હતા. આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે. આમ, છેલ્લા ૨૧ વર્ષથી લુંટ ગુનામાં તથા૮ વર્ષથી અપહરણના ગુનામાં એમ બન્ને ગંભીર પ્રકારના ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવામા મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ને સફળતા મળેલ હતી.
આ કામગીરીમાં વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી તથા એન.બી.ડાભી પો.સબ.ઇન્સ. એલસીબી મોરબી તથા પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા, રજનીભાઇ કેલા, સંજયભાઇ પટેલ, કૌશીકભાઇ મારવાણીયા તથા પો.હેડ.કોન્સ, ચંન્દ્રકાંતભાઇ વામજા, વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહીલ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રા, ભરતભાઇ મિયાત્રા,અશોકસિંહ ચુડાસમા સતિષભાઇ કાંજીયા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.