મોરબી: મોરબી તાલુકાના અણીયારી ગામની સીમમાં આવેલ ડી.વી.કોલ કારખાનામાં યુવાનનું કોઈ કારણસર મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અણીયારી ગામની સીમમાં આવેલ ડી.વી.કોલ કારખાનામાં રહી કામ કરતાં આશુતોષ ઘીસાલાલ શર્મા (ઉં.વ.૩૩. મુળ રાજસ્થાનનાં જયપુર જીલ્લાનાં શાહપુરાનો રહેવાસી)નું ગઈકાલનાં રોજ કોઈ કારણસર મોત નિપજ્યું હતું. બાદમાં તેની ડેડબોડીને જેતપર સીએચસી સેન્ટર ખાતે લાવવામાં આવી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.