આપણો દેશ સદીયોથી કૃષિ વ્યવસાયી રહ્યો છે. હજારો વરસો પહેલા કૃષિ પરાશર જેવા ગ્રંથોમાં ખેતી વિશે બહુ વિસ્તૃત જ્ઞાન લખાયુ છે. આપણી આ ખેતીને રસાયણો અને જેરી તત્વોના હિસાબે ખુબ નુકસાન થયું છે જેના કારણે જમીનની ફળદ્રુપતાને ખુબ નુકસાન થયું 1980 આપણે દેશને અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બનાવવા રાસાયણિક ખેતી તરફ વળ્યાં તેનાથી ઉત્પાદન તો વધ્યું પણ જમીનને ખુબ નુકસાન થયું જમીન બરડ બની ઉત્પાદનની ગુણવતા નબળી પડી વધુ ઉત્પાદનની લાલચમાં અપને માતા તુલ્ય જમીનનું નુકસાન કર્યું.
આ પહેલાના સમયમાં આપણી ખેતી પાકના અવષેશો, વૃક્ષોના અવષેશો, ગાય, ગોબર ગૌમૂત્ર તથા આવા અને સજીવ પરિબળો પર આધારિત હતી. હજારો વારસોથી આપણી પાસે આપણા પોતાના વિકસાવેલા બિયારણ ની અનેક જાતો હતી. જે આધુનિકતાની દોડમાં આપણે ગુમાવી અને નવા જિનેટિકેલ મોડીફાઇડ બિયારણો લાવ્યા આવી વિકટ પરિસ્થિતિ કે જયારે ખાદ્ય પદાર્થમાં માં પણ પ્રતીયક્ષ ઝેર જોવા મળે છે ત્યારે આપણી પ્રાચીન પોસક અને કુદરતી ખેતી તરફ વાળવા આખા દેશ લેવલે એક બહુજ મોટું અભિયાન થવા જય રહ્યું છે જેની શરૂઆત તારીખ 13/4/21 મંગળવાર (ચૈત્ર શુક્લ પ્રતિપદા )દિવસે થશે આ અભિયાન ત્રણ મહિનાથી વધુ ચાલશે અને 24/7/21 ના રોજ પૂર્ણ થશે.
અક્ષય કૃષી પરિવાર દ્વારા ભૂમિ સુપોષણ અને સંરક્ષણ જનઅભિયાન- મોરબી જિલ્લા
આ અભિયાન દરમિયાન લોકોને જમીન પોસણ માટે જાગૃત કરવા ,સજીવ ખેતી માટે લોકોને માર્ગદર્શન આપવું ,લોકોને સજીવ ખેતી કરવા માટે પ્રેરિત કરવા અને આપણી ગૌરવ શાળી પરંપરાગત ખેતી દ્વારા જમીનને પોટ્સણક્ષમ બનવાઅને લોકોને તે પ્રત્યે જાગૃત કરવા આ મહા અભિયાન નો ઉદેશ્ય છે જયારે દરેક સમાજના દરેક વ્યક્તિ આ અભિયાન સાથે જોડાશે ત્યારેજ આ અભિયાન ખરા અર્થ માં વ્યાપક દેશ હિતનું અભિયાન ગણાશે તો દરેકને આ અભિયાનમાં જોડાવા તા.13-04-21 ના પવિત્ર દિવસે પાલનહારી ધરતીમાતાના પૂજનનું રાષ્ટ્રવ્યાપી મહાઅભિયાન શરૂ થશે. મહાઅભિયાનમાં જોડાવા માંગતા બંધુઓ જિલેશભાઈ કાલરીયા મો.99248 88788, વશરામભાઇ લુણાગરિયા મો.99989 49052, મનુભાઈ કૈલા મો. 98254 05076 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.