Tuesday, April 22, 2025

મોરબીમા વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી ગાડી અને કોરા 36 ચેક લખાવી લીધા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના નાની વાવડી કુવાવાળી શેરી તળાવની પાળે રહેતા અને ટાઇલ્સ ટ્રેડિંગનો ધંધો કરતા જયેશભાઇ કરશનભાઈ રાજપરા (ઉ.વ.૩૩) એ આરોપી રાજુભાઇ આહીર રહે કુંતાસી તા.જી. મોરબી, ભગીરથભાઇ હુંબલ રહે મોરબી, સુમનભાઇ રાઠોડ રહે. નાગડાવાસ, અરવીંદસિંહ ઝાલા રહે. મોરબી -૨, જયદીપભાઇ પટેલ રહે રવાપર રોડ, ધારાભાઇ રબારી રહે. લાલપર, રણજીતભાઇ આહીર રહે રાજકોટ સંજયભાઇ આહીર રહે નાગડાવાસ તા.જી.મોરબી, ગોપાલભાઇ રાઠોડ રહે કેરાળી તા.જી.મોરબી, સતિષભાઇ ભોરણીયા રહે. ઉમા ટાઉનશીપ મોરબી-૨, રાજુભાઇ ઘાચી રે. કાલીકાપ્લોટ મોરબી, અકીબભાઇ મીર રહે કલીકાપ્લોટ મોરબી, જયદીપભાઇ સવાભાઇ ડાંગર રહે મેઘપર તા.માળીયા મી.વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને ધંધાના કામે રૂપિયાની જરૂરત પડતા જેથી આરોપીઓએ અલગ અલગ રૂપીયા આપી ફરીયાદી પાસેથી ટીંબડી પાટીયા પાસેથી આરોપી રાજુભાઇએ ફરીયાદીની સ્વીફ્ટ ડીઝાઇર ફોરવ્હીલ જેના રજી. નંબર જીજે-૦૩-ઇઆર-૭૧૬૬ વાળી બળજબરીથી પડાવી લઇ તમામ આરોપીઓએ કુલ રૂપીયા ૨૫,૩૦,૦૦૦/- ઉંચા વ્યાજે આપી બળજબરીથી કુલ કોરા ચેક- ૩૬ લખાવી લઇ ફરીયાદીએ મુડી તથા વ્યાજના રૂપિયા આપી દીધેલ હોય તેમ છતાં તમામ આરોપીઓએ મુડી તથા વ્યાજની બળજબરીથી ઉઘરાણી કરી ફરીયાદિને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW