મોરબીમાં હેડ કોન્સ્ટબલ તરીકે ફરજ બજાવતાં પોલીસકર્મી પરેશભાઇ પરમારની પીએસઆઇ તરીકે પસંદગી કરવામાં આવી છે. ત્યારે તેમને ઠેર-ઠેરથી શુભકામના પાઠવામાં આવી રહી છે.
આજે વિભાગ દ્વારા જુદા જુદા જીલ્લાના મોડ ૦૨ માં પાસ થયેલા ૨૯ પોલીસકર્મીઓને પીએસઆઇ તરીકે નિમણુંક આપી હતી. મોરબી જિલ્લામાં મોરબી શહેર એ ડિવિઝન બી ડિવિઝન અને હાલ ટંકારા પોલીસ મથકમાં અનાર્મ હેડ કોન્સ્ટબલ તરીકે ફરજ બજાવી રહેલા પરેશ મનસુખભાઈ પરમાર પોલીસ વિભાગની ખાતાકીય મોડ ૦૨ ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. ત્યારે આજે પરેશ પરમારને નર્મદા જીલ્લામાં નીમણુંક આપવામાં આવતા તેઓના મિત્ર વર્તુળમાં અને પોલીસ બેડામાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. અને પોલીસકર્મી મિત્ર વર્તુળ તથા સગા-સંબધીઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.