મોરબીમા કબીર ટેકરી શેરી નં-૨ ના નાકા પાસેથી સેમી ઓટોમેટિક દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીમા કબીર ટેકરી શેરી નં-૨ ના નાકા પાસેથી સેમી ઓટોમેટિક દેશી બનાવટની પિસ્તોલ જેની કિંમત રૂ.૧૦,૦૦૦ની સાથે આરોપી અસલમભાઈ ઉર્ફે બકરી હુસેનભાઇ કુરેશી (ઉ.વ.૨૮.રહે. મોરબી) નેં મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.